વલસાડ જિલ્લામાં ભંગારના ગોડાઉનોમાં આગલાગવાના કિસ્સા હવે સામાન્ય વાતથઈ ગઈછે
વલસાડ જિલ્લાના કપરાડામાં નાનાપોઢા કોલક નદી કિનારે આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. મોડી રાત્રે આગ લાગ્યાની જાણ થતા પોલીસ અને દક્ષિણ વીજ કંપની અને ધરમપુર અને વાપી ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે ફાઈટરો આવે એ પહેલાં ભંગારના ગોડાઉન સંપૂર્ણ આગ કંઈપણ બાકી રહ્યું નથી.
બચાવ માટે સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. પરંતુ આગ ની ઘટના સામે કોઈપણ વિકલ્પ નથી. પર્યાવરણ નષ્ટ થાયછે એનું જીમેદાર કોણ ?