વાપી એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અરવિંદ રાઠવા વાપી કબ્રસ્તાન રોડ પર આવેલ હાલાણી કોમ્પ્લેક્સમાં ભાડે રૂમ રાખી રહેતો હતો. જે થોડાક દિવસથી તેમના છોટા ઉદેપુર રહેતા પરિવારના સંપર્કમાં હતા નહીં. જેથી તેમના પરિવારને વાપી આવી તેમની રૂમ પર તપાસ કર્યા બાદ વાપી ટાઉન પોલીસ મથકમાં ગુમનોંધ લખાવી હતી.
જે ફરિયાદ આધારે ટાઉન પોલીસે પડોશમાં રહેતા લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પડોશમાં રહેતા રીક્ષા ચાલક રાજુ ઠાકોરની પત્ની ગુમ હતી. જેને ST ડ્રાઇવર અરવિંદ ક્યાંક લઈ ગયો છે. જેની શંકા રાખી રાજુ ઠાકોરે અરવિંદ સાથે ઝઘડો કર્યો હતો.
પોલીસે રાજુ ઠાકોરની અટક કરી પૂછપરછ કરતા તેમણે અને તેમના મિત્ર નિજાર મહંમદ પંજવાણીએ સાથે મળી પોતાની પત્નીની જાણકારી મેળવવા અરવિંદ ને રૂમમાં ગોંધી રાખી માર્યો હતો તેમ જ તેને કબુલ કરાવવા કરંટ આપ્યો હતો જે દરમિયાન એસ.ટી ડ્રાઇવર અરવિંદનું મૃત્યુ થઇ જતા તેના મૃતદેહને રિક્ષામાં નાખી વાપી નજીક આવેલ પલસાણા ગંગાજી ખાડીમાં ફેંકી આવેલા છે.
આ કબુલાત આધારે ટાઉન પોલીસે પારડી પોલીસની મદદથી શોધખોળ હાથ ધરતા ખાડીમાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની હત્યા કેવા સંજોગોમાં થઈ છે. આ અરવિંદ નો જ મૃતદેહ છે કે કેમ તે અંગે મૃતદેહને સુરત પેનલ પોસ્ટમોર્ટમ માટે રવાના કરી બંને હત્યાના આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે ડીવાયએસપી બી એન. દવેએ વિગતો આપી હતી કે મૃતક એસટી બસનો ડ્રાઇવર હતો અને મૂળ છોટા ઉદયપુર નો વતની હતો. જે અહીં ફરજના ભાગરૂપે વાપીમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો. તેની પડોશમાં રહેતો રાજુ ઠાકોર રિક્ષા ચલાવી ગુજરાત ચલાવે છે. તેની પત્ની સાથે મૃતક અરવિંદની સાથે ઓળખાણ હોય ઘરે આવતો જતો હતો. તે દરમિયાન તેમની પત્ની સાથે પ્રેમ થયો હતો. બંને થોડા દિવસ પહેલા ઘરેથી અલગ અલગ દિવસે વડોદરા ગયા હતા. જ્યાંથી અરવિંદ પરત આવી ગયો હતો. જ્યારે રાજુની પત્ની પરત ફરી ના હોય રાજુની પત્નીને અરવિંદે જ કોઈક જગ્યાએ સંતાડી રાખી હોવાનો વહેમ રાખી અરવિંદને રૂમમાં બોલાવી ગોંધી રાખી માર માર્યો હતો.
જેમાં તેણે કબુલ કર્યું હતું કે તેની પત્નીને તે લઈ ગયો હતો અને વડોદરામાં રાખી છે. જેથી ઉશ્કેરાયેલા રાજુ અને તેના મિત્ર એ અરવિંદ ને વધુ માર માર્યો હતો અને કરંટ આપ્યો હતો. જેમા અરવિંદનું મૃત્યુ થઈ ગયું હતું જે બાદ પોતાના મિત્ર સાથે મળી પલસાણા ગંગાજી ખાડી મા ફેંકી આવ્યા હતા.
ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૩૪૨,૧૨૦બી,૩૪ મુજબ તે એવી રીતેની છે. કે આ કામનાં તહોમતદારોએ એકબીજાની મદદગારી કરી આ કામે મરણ જનાર અરવિંદભાઇ ગમલાભાઇ રાઠવા, ઉ.વ.૩૮, રહે. હાલ. વાપી કબ્રસ્તાન રોડ, હાલાણી કોમ્પ્લેક્ષ રૂમ નં.૨૦૯ તા.વાપી, જી.વલસાડ, મુળ રહે. નવાલજા ગામ, તા.કવાટ, જી.છોટાઉદેપુરનાનુ આરોપી રાજુભાઇ રામસીંગભાઇ ઠાકુરની પત્ની શીતલ સાથે આડા સંબધ હોય તે બાબતેની અદાવત રાખી આરોપી રાજુભાઇ રામસીંગભાઇ ઠાકુર તથા આરોપી નિઝાર મહમદ પજવાણી રહે. વાપી ખોજા સોસાયટી, તા.વાપી, જી.વલસાડ નાઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી મરણ જનારને પોતાના ઘરે બોલાવી રૂમમાં પુરી રાખી હાથ-પગ બાંધી લાકડા વડે આડેધડ માર મારી ઇલેકટ્રીક વાયર વડે કરંટ આપી તેનુ મોત નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે તેની લાશને પારડી પોણીયા પાસેની નદીમાં ફેકી દઇ ગુનો કર્યા વિગેરે બાબત
તહોમતદાર
(૧) રાજુભાઇ રામસીંગભાઇ ઠાકુર રહે. વાપી કબ્રસ્તાન રોડ, હાલાણી કોમ્પ્લેક્ષ રૂમ નં.૨૧૦ તા.વાપી, જી.વલસાડ
(૨) નિઝાર મહમદ પજવાણી રહે. વાપી ખોજા સોસાયટી, તા.વાપી, જી.વલસાડ
ગુનાની તા.૧૧/૧૨/૨૦૨૩ ના કલાક ૧૩/૦૦ થી તા.૧૨/૧૨/૨૦૨૩ ના કલાક ૧૭/૦૦વાગ્યા દરમ્યાન
ગુનાની જગ્યા વાપી કબ્રસ્તાન રોડ, હાલાણી કોમ્પ્લેક્ષ રૂમ નં.૨૦૯ તા.વાપી, જી.વલસાડ